અમરેલી-બાબરામાંથી 11 જુગારીઓને પોલીસે પકડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીસીટી પોલીસને સાવરકુંડલા રોડ પર દરોડો પાડતા બળવંત ગોરધન, અતુલ ભીખા, જયદીપ બચુ અને પ્રફુલ મગન નામના શખ્સો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 3450નો મુદામાલ કબજે લીધો હતો. આવી રીતે બાબરા તાલુકાના ત્રંબોડા ગામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડી વજુ જીલુ, લાલજી રવજી, વિશાલ ચીમન, મેહુલ રાજેશ, અલ્પેશ રમેશ, સંજય સુરેશ અને જયસુખ રાઘવ નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ સહીત રૂપિયા 7110નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...