તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ જોઇને લોકોને ઠારવા દોડ્યો અને હું પણ દાઝી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીપીએલ યોજના હેઠળ ગેસ સિલીન્ડર મળતા પરિવાર ખુશ હતો

સાડીમાં ભરતકામ કરી ગુજરાન ચલાવે છે દલિત પરિવાર

તમામને સારવાર માટે રાજકોટ ખસેડાયા : બચાવ માટે દોડેલો પાડોશી પરિવાર પણ આગની ઝપટે ચઢ્યો

બાબરાનાં ત્રંબોડામાં મહિલા ચા બનાવતી હતી અને ગેસ સિલીન્ડર ફાટ્યું : દલિત પરિવારનાં 8 દાઝ્યાં, 1નું મોત

બાબરાતાલુકાના ત્રંબોડા ગામે આજે વહેલી સવારે એક દલીત પરિણીતા ગેસના ચુલા પર ચા બનાવી રહી હતી ત્યારે અચાનક ધડાકાભેર ગેસ સીલીન્ડર ફાટતા દલીત પરિવાર અને મદદે દોડેલા પાડોશી સહિત નવ લોકો ગંભીર રીતે દાજી ગયા હતાં. તમામને સારવાર માટે તાબડતોબ દવાખાને ખસેડાયા છે. જેમાં એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આગમાં પરિવારની તમામ ઘરવખરી પણ સળગી ગઇ હતી.

ગેસ સીલીન્ડર બ્લાસ્ટમાં એક સાથે નવ-નવ વ્યક્તિ ગંભીર રીતે દાજી ગયાની ઘટના બાબરા તાલુકાના ત્રંબોડા ગામે આજે સવારે સાડા છએક વાગ્યાના સુમારે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિંના શારદાબેન પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ. 28) નામની મહિલા સવારમાં ગેસના ચુલા પર ઘરમાં ચા બનાવી રહ્યા હતાં તે સમયે અચાનક ગેસની નળી સળગવા લાગી હતી અને જોતજોતામાં સીલીન્ડરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. સમયે તેમના પતિ પ્રેમજીભાઇ ખોડાભાઇ જાદવ (ઉ.વ. 30) બાજુમાં બેઠા હતાં. જેને પગલે બન્ને ગંભીર રીતે દાજી ગયા હતાં. પ્રેમજીભાઇના પિતા ખોડાભાઇ ખીમજીભાઇ જાદવ પણ ઘરમાં હોય આગની ઝપેટમાં આવી ગયા હતાં. અને રાજકોટ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

બીજી તરફ ધડાકાનો અવાજ સાંભળી બાજુમાં રહેતા પ્રેમજીભાઇના કુટુંબીઓ તેમને બચાવવા રૂમમાં દોડ્યા હતાં. પરંતુ પરિવારના લોકો પણ આગની ઝપેટમાં આવી ગયા હતાં. જેને પગલે તમામ નવ લોકો ખુબ ગંભીર રીતે દાજી ગયા હતાં. ઘાયલોને તાબડતોબ સારવાર માટે બાબરા દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા હતાં. અમરેલીથી તમામ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. ગામલોકોએ પાણીનો મારો ચલાવી ઘરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ તંત્રોડા દોડી ગઇ હતી.

ગેસ સિલીન્ડર ધડાકાભેર ફાટતાં દલિત પરિવારનાં લોકો દાઝી જતાં પ્રથમ બાબરા, અમરેલી અને ત્યાર બાદ તમામને રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. બાજુમાં રહેતા પાડોશી મહિલાઓના ચહેરા પર પણ ચિંતાની લાગણી પ્રસરી હતી. તસ્વીર: રાજુ બસીયા

બે બાળકો ઘર બહાર નિકળ્યા અને બચી ગયા

હેતલબેનઅને પ્રેમજીભાઇના બે પુત્રો ચિરાગ (ઉ.વ. 7) અને રાકેશ (ઉ.વ. 5) પણ વહેલા જાગી ગયા હતાં અને રમવા માટે ઘરની બહાર નિકળ્યા તે સમયે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

અમરેલીઅને ત્યારબાદ રાજકોટ રીફર કરાયા

આગનીઘટનાને પગલે અહિં પહોંચેલા તાલુકા પંચાયતના માજી સદસ્ય નજુભાઇ વાળાએ તાત્કાલીક તમામને બાબરા સરકારી દવાખાને પહોંચાડવા વ્યવસ્થા કરી હતી. જ્યાથી તમામને વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા હતાં. જ્યાંથી ગંભીર હાલતમાં દલીત દંપતીને રાજકોટ રીફર કરાયુ હતું.

ધડાકાનોઅવાજ છેક બીજા ગામ સુધી સંભળાયો

વહેલીસવારે દલીત પરિણીતાએ ગેસના ચુલા પર ચા બનાવવા મુકી તે સાથે જોરદાર ધડાકા સાથે સિલીન્ડર ફાટ્યો હતો. ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે બાજુના ગામ સુધી તે અવાજ સંભળાયો હતો અને લોકોએ તે અંગે પુછપરછ પણ કરી હતી.

કોણ કોણ દાઝી ગયુ ?

પ્રેમજીભાઇખોડાભાઇ જાદવ (ઉ.વ. 30)

શારદાબેન પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ. 28)

અરજણભાઇ ખીમાભાઇ જાદવ (ઉ.વ. 56)

નરેશ અરજણભાઇ જાદવ (ઉ.વ. 20)

મોહનભાઇ દેવાભાઇ જાદવ (ઉ.વ. 30)

રવજીભાઇ નાનજીભાઇ (ઉ.વ. 45)

હેતલબેન રામજીભાઇ (ઉ.વ. 20)

રામજીભાઇ ભીમાભાઇ જાદવ (ઉ.વ. 55)

મૃતકખોડાભાઇ ખીમાભાઇ જાદવ (ઉ.વ.60)

લોકો રાડો પાડતા દોડીને બહાર નિકળ્યા હતાં : મુકેશભાઇ

ઘટનાબાદ સૌ પ્રથમ અહિં દોડી ગયેલા ત્રંબોડાના મુકેશભાઇએ જણાવ્યુ હતું કે બાજુના ઘરમાં બ્લાસ્ટ થતા હું ત્યાં દોડી ગયો હતો. તે સમયે લોકો દાજી ગયેલી હાલતમાં બચાવો-બચાવોની બુમો પાડતા બહાર દોડતા મે જોયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો