તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરા તાલુકામાં મહારાષ્ટ્રનાં વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા તાલુકામાં મહારાષ્ટ્રનાં વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્કેટીંગ યાર્ડ દ્વારા મહારાષ્ટ્રના વેપારીઓને તાલુકામાંથી ખરીદી કરવા પ્રતિબંધ

બાબરાતાલુકાના જાંબરવાળા ગામે ગઇ કાલે મહારાષ્ટ્રના વેપારીઓએ કપાસના તોલમાપમાં ગેરરીતી આચરી ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠતા માર્કેટિંગ યાર્ડ અને પોલીસ હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાબરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ દ્વારા તાત્કાલિક અસરથી બાબરા તાલુકામાં મહારાષ્ટ્રના કોઈ પણ વેપારીને કપાસની ખરીદી કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબતે યાર્ડ સેક્રેટરી અજયભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે જાંબરવાળા ગામના અને છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂત ભરતભાઈ જેઠાભાઈ રાઠોડે લેખિતમાં ફરિયાદ આપેલી છે જે અનુસંધાને કાર્યવાહી કરી છે.મહારાષ્ટ્રના વેપારીના જોખેલા કપાસ પણ યાર્ડમાં ઉતારી દેવામાં આવ્યો છે. હવે ફ્રોડ વેપારીએ બાબરા તાલુકામાંથી ક્યાં ગામ અને કેટલા ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરેલી છે તેની વિગત મેળવી તેમજ તેના વજન કાંટાનું પરીક્ષણ કરવામાં આવશે. જો તેમાં વેપારીઓ દોશી ઠરશે તો બઝાર ધારાની જોગવાઈ મુજબ વેપારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો