બાબરાનાં નિલવડા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકાના નિલવડા ગામે માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયાના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. અહી આસપાસના અનેક ગામોના લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો હતો. અહીં આવેલ પ્રાથમિક શાળામાં આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સહાય લાભાર્થીઓને ઉપસ્થિત આગેવાનોના હસ્તે આપવામાં આવી હતી. તેમજ નિલવડા,વાંકીયા સહિતના આસપાસના ગામના દરેક સરકારી કામો સ્થળ પર કરી આપવામાં આવ્યા હતા. તકે પ્રાન્ત અધિકારી આર.એસ.ઠુંમર, ભાજપ અગ્રણી બીપીનભાઈ રાદડીયા, મામલતદાર ચિંતન વૈષ્ણવ, મહેશભાઈ ભાયાણી, અલ્તાફભાઈ નથવાણી, દિલીપભાઈ ખાચર સહિતના તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા તાલુકા મથકોએ સેવાસેતુ કાર્યક્રમો યોજવામા આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...