તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરામાં કોંગ્રેસના આંતરિક ક્લેશમાં વિકાસના કામોમાં રોક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં કોંગ્રેસના આંતરિક ક્લેશમાં વિકાસના કામોમાં રોક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસબીઆઈ. બેન્ક પાસે કોઝવે પુલનું કામકાજ અચાનક બંધ કરાતા લોકોને પડતી મુશ્કેલી

બાબરામાંપાલીકાના શાસકોમાં આંતરિક ક્લેશના કારણે તેની સીધી અસર શહેરના વિકાસના કામોમાં પડી રહી છે. શહેરમાં આવેલ એસ.બી.આઈ. બેન્ક પાસે શરૂ કરવામાં આવ્યું છે. કોઝવેનું કામ કાજ અચાનક બંધ કરી દેવાતા અહીંના સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

બાબરામાં વૉર્ડ નં.1માં એસ.બી.આઈ. બેન્ક નજીક થોડા દિવસો પહેલા લાખો રૂપિયાના ખર્ચે જીલ્લા પંચયાતના પ્રમુખ જેનીબેન ઠુંમરના વરદ હસ્તે ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ અહીં કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. પણ પાલીકા પ્રમુખ અને વિસ્તારના સભ્યો વચ્ચે વિવાદના કારણે અહીં કોઝવેનું કામ બંધ કરી દેવામાં આવતા અહીંના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જેના કારણે લોકોએ પાલીકાના શાસકો પ્રત્યે ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી.

અહીં વૉર્ડ નં. 1માં કોઝવે પુલનું કામકાજ બંધ કરવામાં આવતા અહીં ગટરના પાણી ભરાય છે. જેના કારણે ભયંકર ગંદકી સર્જાય છે. વળી પુલના કામનું ખોદકામ કરી બૂરી દેવામાં આવતા લોકોને અહીંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ બેન્કમાં આવતા ગ્રાહકોને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. પોતાના વાહનનું પાર્કિંગ પણ ઘણું દૂર કરવું પડે છે અને અહીં ભરાતા ગટરના ગંધારા પાણી માંથી પસાર થવાની ના છૂટકે ફરજ પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો