તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં લાઠી થી ચિત્તલ રોડ સુધીનો બાયપાસ વિવાદમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીન સંપાદન મુદ્દે મામલો કોર્ટમાં, ચુકાદા બાદ નિર્ણય

ગુજરાતવિધાનસભાનાં બજેટ સત્રમાં કોંગ્રેસ પક્ષના ઉપદંડક અને અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ ગુજરાત વિધાનસભા બીલ્ડીંગનાં નવિનીકરણ માટેનાં ખર્ચ અંગોનો પ્રશ્ન પૂછ્યો હતો. તેનાં લેખીત પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા બિલ્ડીંગનાં નવિનીકરણ માટે ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જીનિયરીંગ લિમીટેડ તથા પી.એસ.પી. પ્રોજેક્ટલી.નાં અનુક્રમે રૂ.126.02 કરોડ તથા રૂ.124.07 કરોડની રકમના ટેન્ડરો મળ્યા છે. બિલ્ડીંગના નવિનીકરણ પાછળ કુલ રૂ. 120.97 કરોડનો ખર્ચ થવાનો છે.પરેશ ધાનાણીએ અમરેલીમાંથી પસાર થતા બાયપાસ રોડને લાઠી રોડથી બાબરા રોડ સુધી જોડવાનું કામ ક્યારે અને કેટલી રકમનાં ખર્ચે મંજુર કરવામાં આવ્યું અને કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે પ્રશ્ન પૂછતા તેના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કામ બબાતે જમીન સંપાલન બાબતે નામદાર કોર્ટમાં કેસ દાખલ થયો છે.જેનો ચુકાદો આવ્યા બાદ આગળનું આયોજન હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો