બગસરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂત પરિવારને સહાય
અકસ્માતે મોતને ભેટેલા ખેડુત માટે સહાયનું આયોજન કરાયું
મૃતક ખેડૂતનાં વારસદારને 50 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો
ખેતીવાડીઉત્પન્ન બજાર સમિતિ બગસરામાં તેના માર્કેટ વિસ્તારના ખેડૂતો માટે એટલે કે કુંકાવાવ, વડીયા તેમજ બગસરા તાલુકાના ખેડૂતો માટે જો ખેડૂત અકસ્માતથી મૃત્યુ પામે તેવા ખેડૂતોને સહાય કરવાનું આગોજન કરવામાં આવ્યું છે. તેથી તાજેરતમાં કુંકાવાવ વડીયા તાલુકાના ખેડૂતનું મૃત્યુ થતા તેમના વારસદારને રૂપિયા 50,000નો ચેક અર્પણ કર્યો હતો.બગસરામાં ખેતીવાડી ઉપ્તન્ન બજાર સમિતિ દ્વારા તેના માર્કેટ વિસ્તારના ખેડૂતો માટે એટલે કે કુંકાવાવ વડીયા તેમજ બગસરા તાલુકાના ખેડૂતો માટે જો ખેડૂત અકસ્માતથી મૃત્યુ પામે તો તેવા ખેડૂતો માટે તેમના વારસદારોને રૂપિયા 50,000 સમિતિએ તેના ફંડમાંથી અકસ્માત મૃત્યુ વળતર ચુકવવા અંગે બજાર સમિતિએ આયોજન કર્યું છે. તાજેતરમાં કુંકાવાવ વડીયા તાલુકાના ખેડૂત પ્રકાશભાઇ જેરામભાઇ નિમાવત રહે. બાવળ બરવાળાનું અકસ્માતથી મૃત્યુ થતા બજાર સમીતિએ તેમના વારસદારને રૂપિયા 50,000નો ચેક અર્પણ કર્યો હતો.આ ચેક અર્પણ કરતી વખતે લાઠી બાબરાના ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ, બજાર સમિતિના ચેરમેન કાંતિભાઇ સતાસીયા, વાઇસ ચેરમેન વિકાસભાઇ મોદી, બજાર સમિતિના ડીરેક્ટર્સ સવજીભાઇ ઠુંમર, રવજીભાઇ પાઘડાળ, બજાર સમિતિના સેક્રેટરી બી.એન. હિરપરા તેમજ બરવાળા ગામના સરપંચ તથા ગામના આગેવાનો હાજર રહી અકસ્માતથી મૃત્યુ પામનાર ખેડૂતના ઘરે જઇ તેના વારસદારને ચેક અર્પણ કર્યો હતો.