તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઇવદરમાંથી જાહેરમાં જુગાર રમતા10 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકાના તાઇવદરમાંથી આજે બાબરા પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હતી. જેમાં તાઇવદરમાં રહેતો રવજી પાચા સોલંકી નામના શખ્સના ઘરના ફળીયામાં કુંડાળુ વાળુને જુગાર રમી રહેલા દસ શખ્સોએને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં તીનપત્તીનો જુગાર રમતો રવજી પાચા સોલંકી, બાબુ પુના મકવાણા, પરશોતમ વેલા મકવાણા, વલ્લભ બાવકા સોસા, ભાવેશ ભના સોસા, થોભણ ઘુઘા લાંબરીયા, ભાવેશ કરશન ચાવડા, વિનુ પુંજા ચાવડા, નથુ કાળુ બ્લોચ અને શબીર સલીમ બ્લોચ નામના દસ શખ્સો જુગાર રમતા ઝડપાયા છે. શખ્સોના જુગારપટ્ટમાંથી રોકડ રૂ.12,040 તથા રૂ.1,03,000 રોકડ રકમની ચાર મોટરસાયકલ કુલ રોકડ રૂ.1,15,040નો મુદામાલ બાબરા પોલીસે કબ્જે કર્યો છે. તમામ શખ્સો સામે પોલીસે ગુન્હો દાખલ કરીને આગળની તપાસ હાથધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...