તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • આંગણીયા પેઢીનાં કર્મીને લુંટનાર શખ્સનાં બે દિવસનાં રીમાન્ડ મંજુર

આંગણીયા પેઢીનાં કર્મીને લુંટનાર શખ્સનાં બે દિવસનાં રીમાન્ડ મંજુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાનાઆંગણીયા પેઢીના યુવાનને લુંટ કરનારા આરોપીને ગઇ કાલે એલ.સી.બીને ટીમે દબોચી લેવાયા બાદ વધુ તપાસ માટે આજે અમરેલી રૂરલ પોલીસ મથકના ફોઝદારે કોર્ટ સમક્ષ આરોપીને રજુ કરતા કોર્ટે આરોપીના બે દિવસ સુધી રીમાન્ડ મંજુર કર્યા છે.બાબરાની આંગડીયા પેઢીના મહેતાજી વિરેન્દ્રસિંહ ખેંગારસિંહ રાજપુત નામના યુવાને લુંટ કરનાર આરોપીની તપાસ અમરેલી એલ.સી.બીના સ્ટાફ દ્વારા કરાતા ગઇ કાલે બાતમી મળી હતી કે એક મો.સા. જેના રજી.નંબર જી.જે.૦૩.એચ.એફ.૯૬૪૦ છે તે ચિત્તલ તરફથી અમરેલીમાં આવે છે. મો.સા ચાલક શંકાસ્પદ લાગતા એલ.સી.બીની ટીમે અમરેલી ચિત્તલ રોડ ઉપર ખોડિયાર માતાજીના મંદિર પાસે વોચ ગોઠવતાં મોટરસાયલ ચાલક મયુર ઉર્ફે ભાણો નટવરગીરી ગૌસ્વામી (ઉ.વ.20) રહે.જુંડાળા, તા.જસદણ, જી.રાજકોટ નામના શખ્સેને તપાસ કરતાં તેની પાસેથી રોકડા રૂ.૧૫,૫૦૦/- તથા એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેની પુછપરછ હાથ ધરતાં પોતે પાંચેક દિવસ પહેલા પોતે પોતાના મિત્ર અજય સાથે મળીને બાબરા આંગડીયા પેઢીના કર્મચારીને છરી બતાવી તેની પાસેથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોનની લુંટ કરેલ તે પૈકીના રૂપીયા અને મોબાઇલ

ફોન હોવાની કબુલાત આપતાં રોકડા રૂ.૧૫,૫૦૦/- તથા મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦/- તથા મો.સા. કિં.રૂ.૪૦,૦૦૦/- ગણી કુલ રૂ.૫૬,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આગળની તપાસ અમરેલી રૂરલ પોલીસ મથકના ફોઝદાર ગોજીએ ચલાવતા આજે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. જેમાં ચિફ જ્યુડીશ્યલ મેજીસ્ટેટ એ.એચ નારંગે શખ્સના તા.09-06 બે દિવસ સુધી રીમાન્ડ મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...