તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • સમગ્ર શહેર ગંદકીનાં ગતાર્ધમાં ધકેલાયું, લોકોમાં સતત રોગચાળો ફાટી નીકળવાનો ભય

સમગ્ર શહેર ગંદકીનાં ગતાર્ધમાં ધકેલાયું, લોકોમાં સતત રોગચાળો ફાટી નીકળવાનો ભય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાંઠેરઠેર ગંદકી જોવા મળતા લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત સતાવતો રહે છે. પણ પાલીકાના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. અંગે લોકો દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવે છે તેમજ વિસ્તારોમાં યોગ્ય કામ થતા રોષે ભરાયેલા લોકો દ્વારા પાલીકાનો ઘેરાવ પણ કરવામાં આવે છે પણ લોકોની યોગ્ય રજુઆત પાલીકાના બહેરા કાને અથડાતી નથી.

બાબરા પાલીકામાં કુલ સાત વૉર્ડ આવેલા છે. અહીં એક પણ વૉર્ડમાં સંતોષ થાય તે રીતે કામગીરી થતી નથી. મોટાભાગના વિસ્તારોમાં યોગ્ય સફાઇના અભાવે ભારે ગંદકી અને ઉકરડા જોવા મળે છે તો વળી રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. ચોમાચાના કારણે સમગ્ર શહેરમાં કાદવ કીચડ સર્જાયું છે પણ પાલીકા દ્વારા મોરમ પાથરવા આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા જણાવાયું છે કે હાલ સ્વાઇનફ્લુએ માથું ઊંચક્યું છે ત્યારે શહેરની યોગ્ય સફાઇ થાય તે ખુબ જરૂરી છે. પણ પાલીકાના તંત્રને નગરજનોની કોઈ ચિંતા નથી. જેના કારણે ગટરના પાણી ઉભરાય છે પણ કોઈ સફાઇકર્મી સાફ કરવા આવતા નથી. બાબરા નગરપાલિકાના સભ્ય જગદીશભાઈ વાવડીયાએ જણાવ્યું છે કે, વૉર્ડ એકમાં નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક રજુઆત કરવા છતાં પાલીકા દ્વારા રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી શહેરના દરેક વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

શહેરમાં ઠેર-ઠેર જોવા મળતી ચોમેર ગંદકી તસ્વીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...