તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠી બાબરા દામનગરનાં ધારાસભ્ય દ્વારા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંલાઠી બાબરા દામનગરના ધારાસભ્ય બાવકુંભાઇ ઉંધાડે રૂબરૂ ગાંધીનગર જઇને મુખ્યમંત્રી અને સિંચાઇ મંત્રીને રજૂઆત કરી હતી. અને વડીયા ગામે આવેલા વડીયા ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવા માટે રજૂઆત કરી હતી. વધુમાં ધારાસભ્ય બાવકુંભાઇ ઉંધાડે જણાવ્યું હતું કે, ડેમ પાસેથી સૌની યોજનાની ફીડર પાઇપ લાઇનાની લીંક 45, પથ રેખા પસાર થાય છે. પથ રેખામાં આવતા તોરી અને રામપુર ગામ પાસેથી પથ રેખા આંશીક ફેરફારથી વડીયા સિંચાઇ યોજના માટે આશરે વધારાની 2 કિ.મી. પેટા લાઇન નાખવાની થશે.આ મુખ્ય પાઇપ લાઇનમાં ગ્રેવીટીથી પાણી વહેવડાવવાનું આયોજન કરેલું છે. આથી ડેમ ભરવા માટે પંપીગ સ્ટેશનની પણ જરૂરીયાત નથી. આથી ફક્ત પાઇપ લાઇનના ખર્ચમાં કામગીરી થઇ શકે તેમ છે. તેમ ધારાસભ્ય ઉંધાડે રજૂઆત કરતા જણાવ્યું હતું. ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવાથી વિસ્તારના ખેડૂતોને કાયમી ધોરણે ખેતી માટે સિંચાઇના પ્રશ્ન ઉકેલાઇ જશે. ડેમમાં પાણી ભરવાથી આજુ-બાજુના કુવાઓ અને બોરમાં પણ પાણી રી-ચાર્જ થશે.

અન્ય સમાચારો પણ છે...