તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • સીટી સર્વેયરની ગેરહાજરીથી મહત્વનાં કામ અટક્યા, અરજદારોને ધક્કા

સીટી સર્વેયરની ગેરહાજરીથી મહત્વનાં કામ અટક્યા, અરજદારોને ધક્કા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાંઆવેલ સિટી સર્વેયરની કચેરીને મોટાભાગે અલીગઢના તાળા જોવા મળી રહ્યા છે અહીં આવતા અરજદારોને કચેરી બંધ હોવાથી અવારનવાર ધક્કા ખાવાનો વારો આવે છે જેને પગલે અરજદારોમા રોષ જોવા મળી રહ્યો છે. બાબરામાં પોલીસ સ્ટેશન પાછળ આવેલ સીટી સર્વેયરની કચેરીના અધિકારી કચેરી અર્થે અનિયમિત રહેતા મોટાભાગે કચેરી બંધ રહે છે જાણવા મળતી વિગત મુજબ અહીંના સીટી સર્વેયરને સપ્તાહમાં બે વખત બાબરા ખાતેની કચેરીએ કામ સબબ આવવાનું હોય છે પણ તેમાં પણ અધિકારી ગેરહાજર રહેતા અહીં કચેરીએ આવતા લોકોને પ્રોપટીકાર્ડ,તેમજ શ્રીસરકાર ગયેલ મિલકત અંગે રજુઆત પણ કરવાની હોય છે.

સિવાય અન્ય ઘણા કામો હોય છે પણ અધિકારીની સતત ગેરહાજરીના કારણે લોકોને પોતાની મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યું નથી બાબરા શહેરનું મોટાભાગનું કામ બાકી છે ત્યારે લેન્ડરેકર્ડ વિભાગ અમરેલી દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

લેન્ડ રેકર્ડ વિભાગને યોગ્ય કરવા રજુઆત કરાઇ તસ્વીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...