• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં ફુલડાની ફોરમ શિર્ષક હેઠળ આઠમો વાર્ષિક મહોત્સવ

બાબરામાં ફુલડાની ફોરમ શિર્ષક હેઠળ આઠમો વાર્ષિક મહોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, વિદ્યાર્થીઅોનું સન્માન કરાયું

બાબરામાંઆવેલ વી.એલ.ગેલાણી વિદ્યાલયમાં આઠમો વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહી વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામા આવ્યા હતા. તાપડીયા આશ્રમના પુ. ઘનશ્યામદાસબાપુએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વી.એલ.ગેલાણી વિધાલયમાં ફૂલડાની ફોરમ શીર્ષક હેઠળ આઠમો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગ રૂપે આખા વર્ષ દરમિયાન શાળામાં જુનિયર કે.જી.થી 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેન કોઈપણ પ્રવુતિમાં સફળતા પ્રાપ્ત કરેલ વિધાર્થીને શિલ્ડ અને મોમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે મામલતદાર ચિંતન વૈષ્ણવનું પણ શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પી.એસ.આઈ રામાવત, શાળાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ગેલાણી, સુરેશભાઈ ગેલાણી, આચાર્ય શ્રી ઇલાબેન ગેલાણી તેમજ.બરકત ભાઈ ગાંગાણી.ટાઉન જમાદાર અરજણ ભાઈ વાંજા, ડો સાકીર વ્હોરા, પ્રતાપભાઈ ખાચર સહિત તમામ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...