ચરખા ગામે ધાનાણી પરિવાર દ્વારા પાટોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકાના ચરખા ગામે સમગ્ર ધાનાણી પરિવારના કુળદેવીના મંદિર ખાતે આગામી તા. 4 એપ્રિલને મંગળવારે નવમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. અહિં દર વર્ષે પાટોત્સવનું આયોજન કરાય છે અને વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. મંગળવારે હેમાદ્રી, જલયાત્રા, પ્રસાદ તથા હવનનું આયોજન કરાયુ છે. રાત્રે કૃષ્ણલીલા, ગોળારાસનો કાર્યક્રમ રખાયો છે. અતિથી વિશેષ તરીકે સતાધારના જીવરાજબાપુ તથા ગઢડાના પુરાણી હરીકૃષ્ણ સ્વામી ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...