તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરા શહેરનાં ભગવતપરામાં દુષિત પાણીનાં વિતરણથી રહિશોમાં ભારે દેકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા શહેરનાં ભગવતપરામાં દુષિત પાણીનાં વિતરણથી રહિશોમાં ભારે દેકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વારંવાર ભૂગર્ભ ગટરનું પાણી પીવાની લીકેજ લાઇનમાં ભળી જવાથી ભારે હાલાકી

બાબરામાવોર્ડ નં-1 ભગવતપરા વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી દુષિત પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું હોય રહિશોમા રોષ જોવા મળ્યો હતો. અહી ભુગર્ભ ગટરનુ પાણી પીવાના પાણીની લાઇનમા ભળી જતા પાલિકાએ તાબડતોબ પંપીંગ મશીનથી ગટરનુ પાણી ખેંચવાની કવાયત હાથ ધરી હતી.

અહીના ભગવતપરા વિસ્તાર વોર્ડ નં-1મા છેલ્લા ત્રણેક દિવસથી દુષિત પાણીનુ વિતરણ થતુ હોય લોકોમાથી ફરિયાદો ઉઠી હતી. અંગે નગરપાલિકામા જાણ કરવામા આવતા પાલિકાના પાણી પુરવઠા વિભાગના ભરતભાઇ સિંધવ દ્વારા અહી તપાસ કરવામા આવી હતી. બાદમાં અહી ભુગર્ભ ગટરનુ પાણી પીવાના પાણીની લાઇનમા ભળી જતુ હોવાનુ માલુમ પડયુ હતુ. પાલિકાએ તાબડતોબ પંપીંગ મશીન મંગાવી આખા વિસ્તારની લાઇનનુ દુષિત પાણી ખેંચવાની કવાયત હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ભુગર્ભ ગટરનુ કામ નબળુ કરવામા આવી રહ્યું હોય સ્થિતી સર્જાતી રહે છે. ભુગર્ભ ગટરની લાઇન પણ અવારનવાર લીકેજ થાય છે જેના કારણે પીવાના પાણીની લાઇન લીકેજ હોય ત્યારે પાણી તેમા ભળી જાય છે.

વારંવાર ઉઠતી ફરિયાદનાં પગલે પાલિકાએ કામગીરી હાથ ધરી તસ્વીર- રાજુ બસીયા

પાલિકાએ કાર્યવાહી શરૂ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો