બાબરાનાં નાની કુંડળમાં સર્વજ્ઞાતિ સમુહ લગ્ન યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમુહ લગ્નમાં સાત નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડયા

બાબરાતાલુકાના નાની કુંડળ ગામે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતુ. સમુહ લગ્નોત્સવમા સાત નવદંપતિઓએ પ્રભુતામા પગલા માંડયા હતા. નાની કુંડળ ગામે આવેલ રામદેવપીરની જગ્યામા સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતુ. અહી નવદંપતિઓને સાધુ સંતો અને સ્થાનિક આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રસંગે ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્તપરા, માજી ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા, અશ્વિનભાઈ સાકરીયા, પ્રભાતભાઈ કોઠીવાળ, ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમુહ લગ્નમાં નવદંપતિઓએ પ્રભુતામાંપગલા પાડ્યા. તસ્વીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...