તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં દલિતોનાં બંધને વેપારીઓએ આપ્યું સમર્થન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાના સમઢીયાળામા દલિત યુવકો પર થયેલા અત્યાચારની ઘટનાના સમગ્ર રાજયમા દલિત સમાજમા ઘેરા પડઘા પડયા છે જેને પગલે આજે અપાયેલા ગુજરાત બંધના એલાનને પગલે બાબરામા પણ સવારથી વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. અહી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામા આવ્યો હતો. બાબરામાં સવારે વેપારીઓએ દુકાનો ખોલી હતી પરંતુ દસેક વાગ્યાના સુમારે પાલિકા પ્રમુખ અને દલિત સમાજના આગેવાન ખીમજીભાઇ મારૂ સહિત લોકો શહેરમા ફરી વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરતા વેપારીઓએ તેમને સહકાર આપી સમર્થન આપ્યું હતુ. શહેરમાં મોટા બસ સ્ટેન્ડ, મુખ્ય બજારો, જીઆઇડીસી ઝોન, હિરાના કારખાના સહિત વેપાર ધંધા બંધ રહ્યાં હતા. દરમિયાન શહેરમા કયાંય અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામા આવ્યો હતો. તેમ છતા બપોરબાદ કરિયાણા ચોકડી પાસે કોઇ ટીખળી તત્વોએ ટાયર સળગાવી વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. અહી દલિત સમાજ દ્વારા સમઢીયાળામા બનેલી ઘટનાને સખત શબ્દોમા વખોડી કાઢી દોષિતોને કડકમા કડક સજા ફટકારાય આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો