તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરા તાલુકાના વલારડીમાં અકસ્માત સર્જાતાં વૃદ્ધાને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા તાલુકાના વલારડીમાં અકસ્માત સર્જાતાં વૃદ્ધાને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટરસાયકલને હડફેટે લેતા વૃદ્ધને માથા અને કમરના ભાગે ઇજા

બાબરાનાવલારડીના વૃધ્ધ ગત તા.03 ના રોજ મરચુ દળાવવા માટે મોટરસાયકલ લઇને બાબરા આવતા હતા તે દરમ્યાન રસ્તામાં પુરઝડપે અને બેફીકરાઇથી યુટીલીટીના કોઇ અજાણ્યા ચાલકે વૃધ્ધના મોટરસાયકલ સાથે ભટકાવીને ચાલક નાસી ગયો હતો. અકસ્માત સર્જાતા વૃધ્ધને માથા અને કમરના ભાગે ઇજાઓ થઇ હતી. જે બનાવની ફરિયાદ આજે બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. બાબરા તાલુકાના વલારડીમાં રહેતા મનસુખભાઇ લક્ષ્મણભાઇ વસાણીયા નામના વૃધ્ધ ગત તા.03ના રોજ બાબરા મરચુ દળાવવા આવતા હતા. તે દરમ્યાન વલારડી નજીક કોઇ અજાણ્યા યુટીલીટી નં.જી.જે.3.બી.ટી 3346 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને મનસુખભાઇના મોટરસાયલની સાથે ભટકાવતા વલારડી નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી મનસુખભાઇને માથાના ભાગે અને કમરના ભાગે ઇજાઓ થતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા યુટીલીટીનો ચાલક નાસી જતા મનસુખભાઇના ભત્રીજા રવજીભાઇ અમરશીભાઇ વસાણીયાએ ચાલક સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. જેથી બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ટી.એમ ગોંડલીયાએ વિશેષ તપાસ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો