તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરાનાં વાવડામાં શિવ મહાપુરાણ કથા યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વયંભુ વાવડેશ્વર મહાદેવનાં મંદિરે આયોજન

કોટડાપીઠાગામની બાજુમાં આવેલા વાવડા ગામ પાસે આવેલા સ્વયંભુ વાવડેશ્વરના મંદિરે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ મહાપુરાણની કથામાં બાબરા તાલુકાના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાશે. કથામાં કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમો પણ યોજાશે. કોટડાપીઠા બાજુનાં વાવડા ગામ પાસે આવેલા સ્વયંભુ વાવડેશ્વર મહાદેવનાં મંદિરે સમસ્ત વાવડા ગામ તરફથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા તા. 21 માર્ચથી 29 માર્ચ સુધી યોજવામાં આવશે. કથામાં વ્યાસપીઠ પર કિશોરગીરી શિવગીરી ગૌસ્વામી બીરાજી કથાનું પાન કરાવશે. કથામાં બાબરા તાલુકાના અનેક ગામો માંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લેવા પધારશે અને કથાનો લાભ લેશે.

વાવડા ગામ પાસે આવેલા સ્વયંભુ વાવડેશ્વરના મંદિરે યોજાનાર શિવ મહાપુરાણ કથામાં કથા દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાશે. ઉપરાંત કથામાં દરરોજ બપોરે પ્રસાદનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો