તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • સેવાભાવી યુવાન દ્વારા બાબરામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાભાવી યુવાન દ્વારા બાબરામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાનાસેવાભાવી યુવાને ચકલી દિવસના રોજ ચકલી તેમજ અન્ય પક્ષીઓને પાણી અને ખાવા માટે ચણ મળી રહે તેવા હેતુથી પાણીનું કુંડુ અને ચણ માટે એક ડીશ મુકી હતી અને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી હતી.

બાબરામાં રહેતા યજ્ઞેશભાઇ શુક્લ છેલ્લાં ઘણા વર્ષોથી જુદી જુદી સેવાઓ કરી સેવા કરી રહ્યા છે. જેમાં શહેરમાં રખડતી ભટકતી ગાયો જે ગમે તે જગ્યા પર બિમાર હાલતમાં હોય ત્યાં સેવાભાવી યુવાન દોડી જાય છે અને તેની સારવાર શરૂ કરી દે છે. અમુક કેસો એવા હોય કે તે ગાયો બહુ દુગ્ધ મારતી હોય તેની આજુબાજુ માંથી ચાલી પણ શકાય તેવી ગાયો પાસે યુવાન અડધી રાત્રે પહોંચીને તેની સેવા કરે છે.

તેમજ દરરોજ આખા શહેરમાં જે રેઢીયાર ગાયો રહે તે તમામ ગાયોને રાત્રીના ઘાસચારો નાખવાં પણ બ્રાહ્મણ યુવાન તેના સમયે હાજર રહી સેવા કરવા ચાલ્યા જાય છે. તેમજ ગાયોને જે ઘાસચારો નાખવામાં આવે છે તે ઘાસચારાના રૂપિયા શહેરમાં ફરી જુદા જુદા વેપારીઓ તેમજ અન્ય લોકો પાસે ઉઘરાવવા જવાના હોય છે તે બજાર ફેરીમાં પણ યજ્ઞેશભાઈ શુક્લ હાજર રહીને પગપાળા શહેરની દુકાને દુકાને ફરે છે.શહેરમાં રહેતી તમામ રેઢીયાર ગાયો માટે લીલા ઘાસચારાના રૂપિયા એકઠા કરે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. ત્યારે ચકલી દિવસ હોય અને ધમધમતો તાપ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સેવાભાવી યુવાને પક્ષીઓ માટે પાણીના કુંડા અને ખાવા માટેની ચણની ડીશો મુકી ચકલી દિવસની ઉજવણી કરી હતી. બાબતે સેવાભાવી યુવાન યજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઘણી જગ્યાઓ પર રીતના પાણીના કુંડા અને ચણ માટેની ડીશ લગાડવામા આવશે.

ચકલીનો માળો તસ્વીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો