તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગળકોટડી, મોટા દેવળીયા ગામોમાં આગેવાનોને મોં મીઠા કરાવાયાં

બાબરા તાલુકાના ગળકોટડી, કોટડાપીઠા, મોટા દેવળીયા, નવાણીયા, ખંભાળા સહિતના ગામડાઓમાં જઇ ભાજપ પ્રમુખની આગેવાની હેઠળ લોકોનું મો મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ચાર રાજ્યોમાં ભાજપ સરકાર દ્વારા સરકાર બનાવામાં આવતા તાલુકા ભાજપ દ્વારા લોકોને મીઠાઈ નું વિતરણ કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડમાં ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કરી સરકાર બનાવી છે પણ ગોવા, અને મણિપુરમાં પાતળી સરસાય હોવા છતાં ભાજપે સરકાર બનાવતા દેશભરના ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાય ગઇ હતી.

બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડની આગેવાની હેઠળ તાલુકા ગળકોટડી, કોટડાપીઠા, મોટા દેવળીયા, નવાણિયા, ખંભાળા, સહિતના ગામડાઓમાં લોકોની વચ્ચે જઇને ભાજપના આગેવાનોએ મીઠાઈનું વિતરણ કરી મો મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, બહાદુરભાઈ બકોતરા, કિશોરભાઈ માધડ, રાજુભાઈ વિરોજા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

લોકોને મીઠાઇ ખવડાવી ભાજપ દ્વારા ઉજવણી કરાઇ તસ્વીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો