તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરા તાલુકાનાં 59 ગામોમાંથી 75 હજાર લોકોનું રક્ત પરીક્ષણ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા તાલુકાનાં 59 ગામોમાંથી 75 હજાર લોકોનું રક્ત પરીક્ષણ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અસાધ્ય રોગ વિશે વિનામૂલ્યે આરોગ્યની તપાસની કામગીરી હાથ ધરવામાં આવશે

લાઠીતથા લીલીયા તાલુકામાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના સ્વપ્નને સાકાર કરતાં એસ.આર.કે. કલામ હેલ્થ પ્રોજેક્ટ સંપન્ન કર્યા બાદ આજથી પ્રોજેક્ટ બાબરા તાલુકામાં શરૂ કરવામાં આવ્યો છે. પ્રસંગે જલારામ મંદિર ખાતે એક કાર્યક્રમમાં શુભારંભ પ્રસંગે “હેલ્ધી બાબરા તાલુકા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબરા તાલુકાનાં તમામ ગામોમાં પ્રોજેક્ટ વિનામુલ્યે ટીમ દરેકના ઘરે આવી અને રક્તના નમુના લઇ જશે અને બાદમાં એકત્રિત કરેલા રક્તનાં પરીક્ષણ કરી માનવીમાં રહેલાં અસાધ્ય કે સાધ્ય રોગ દ્વારા ભવિષ્યમાં થનારા રોગ વિશેનો ડેટા તૈયાર કરવામાં આવશે.એસ.આર.કે. હેલ્થ પ્રોજેક્ટ દ્વારા બાબરા તાલુકાનાં 59 ગામો માંથી 75 હજાર લોકોનાં રક્તના નમૂના લઇ તેમનું પરીક્ષણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કાર્યક્રમની સાથોસાથ કેન્દ્ર સરકારની બેટી બચાવો કાર્યક્રમના ભાગ રૂપે 4થી વધુ દીકરીઓમાં માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બાબરા તાલુકામાં હેલ્થ પ્રોજેક્ટની ટીમ સાથે આધાર કાર્ડની કામગીરી પણ કરવામાં આવે તે માટે મામલતદાર દ્વારા પણ તૈયારી કરવામાં આવી હતી.

મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. તસ્વીર-કલ્પેશ ખેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો