તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • જામબરવાળામાં પરપ્રાંતિય કપાસનાં વેપારીનો ઠગાઇનો પ્રયાસ ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામબરવાળામાં પરપ્રાંતિય કપાસનાં વેપારીનો ઠગાઇનો પ્રયાસ ?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડૂતને જાણ થતા વેપારી અને મજુરો ગાડી, રોકડ રકમ મુકી પલાયન

બાબરાતાલુકામાં કપાસની સીઝન અંતિમ તબક્કામા ચાલી રહી છે. હાલ કપાસની બજાર પણ સારી હોવાથી ખેડૂતો કપાસ વેચવા લાગ્યા છે. ત્યારે બાબરા તાલુકામા અમુક ફ્રોડ વેપારીઓ સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના પરપ્રાંતીય કપાસના વેપારીઓ દ્વારા વિસ્તારના ખેડૂતો પાસેથી વધારે ભાવ આપવાની લાલચ આપી ખેડૂતોને છેતરતા હોવાના બનાવો પણ બને છે. ત્યારે આવો એક બનાવ બાબરાના જામબરવાળા ગામે બનતા સમગ્ર પંથકમા ચકચાર મચી છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જામબરવાળા ગામે આજે બપોરે મહારાષ્ટ્રની કોઈ ગાડી અને ત્યાંના વેપારી અહીંના ખેડૂત પાસે કપાસ ખરીદવા આવ્યા હતા. મજૂરો દ્વારા કપાસની જોખવાની કામગીરી કરવા લાગ્યા હતા. હજી થોડો ઘણો કપાસ જોખાય ત્યાં હાજર ખેડૂતને કંઇક ગરબડની શંકા જતા કપાસ જોખવાની કામગીરી અટકાવી હજી યોગ્ય તપાસ કરે તે પહેલા તો મજૂરો અને વેપારીઓ મૂઠીયુવાળીને ભાગવા લાગ્યા. ખેડૂત પણ તેમની પાછળ દોડ્યો અને હાથ લાગ્યા એટલા મજૂરોને મેથી પાક પણ આપ્યો હોવાનુ કહેવાય છે. બનાવની જાણ ગામ લોકો અને સીમ વિસ્તારના લોકોને થતા મોટી સંખ્યામાં વાડીએ લોકો ભેગા થયા હતા. જો કે બનાવથી ફ્રોડ વેપારી તેનો રૂપિયા ભરેલો થેલો અને ગાડી મૂકીને ભાગ્યા હતા. ચર્ચાતી વિગત મુજબ મહારાષ્ટ્રના વેપારી કપાસ જોખવામાં મોટાપાયે ગેરરીતિ કરી રહ્યો હતો. 20 કિલો કપાસની જગ્યાએ 28 કિલો કપાસ જોખાતો હતો અને અહીંના ખેડૂતોને ગરબ ની શંકા ગઇ હતી. જોકે બાબરા તાલુકામાં કપાસની ખરીદીમાં આવતા વેપારીઓએ માર્કેટિંગયાર્ડમાંથી યોગ્ય લાયસન્સ મેળવવુ પડે છે. મહારાષ્ટ્રનાં વેપારીઓ અવારનવાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કપાસની ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આવા વેપારીઓની તપાસ થવી જોઇઅે.

ખેડૂત દ્વારા હજુ જાણ નથી કરાઇ- યાર્ડ સેક્રેટરી

બાબતેયાર્ડના સેક્ટરી અજયભાઈ પંડ્યાએ વાતને સમર્થન આપતા જણાવ્યું હતુ કે વાતના સમાચાર મળ્યા છે. પણ ખેડૂતો દ્વારા કોઈ લેખિતમાં જાણ કરી નથી. બાબરા પી.એસ આઇ રામાવતે પણ કોઈ જાણકારી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો