તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપરના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરપંચ અને યુવાનને દારની મોટર મૂકવા પ્રશ્ને બોલાચાલી કરી

બાબરાતાલુકામાં આવેલ રાણપરના સરપંચ અને એક યુવાનને બે શખ્સોએ દારમાં મોટર મુકવાના પ્રશ્ને ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ આજે બાબરાના રાણપુર ગામના સરપંચ પરેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકી (ઉ.વ.37) જે પંચાયતની ખુલ્લી જગ્યામાં બોરની મોટર ઉતારવાનું કામ કરતા હતા. જયા બાજુમાં ગેરકાયદેસર રીતે હરપાલ હમીર વાળા નામના શખ્સે બોર કરેલ હતુ. તે બોરની બાજુમાં પરેશભાઇ અને ભીખુજીભાઇ પઢીયાર બોરમાં મોટર ઉતારવાનું કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન હમપાલ હમીર વાળા નામનો શખ્સ આવીને કહેલ કે અમારા બોરની બાજુમાં તમે બોર કરેલ છે. જેથી બોરમાં મોટર ઉતારવા દેશુ નહિ.

જે પ્રશ્ને હરપાલ વાળા અને રઘુ વાળા નામના બે શખ્સોએ મળીને પરેશભાઇ અને ભીખુજીભાઇને ઢીકાપાટુનો મુઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે બનાવની ફરિયાદ પરેશભાઇએ બાબરા પોલીસ સ્ટેશનમાં કરતા હે.કોન્સ જે.બી કંડોળીયાએ ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો