તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં આગામી ગુરૂવારના રોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામનું

બાબરામાં આગામી ગુરૂવારના રોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામનું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરામાં આગામી ગુરૂવારના રોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. અહીં રામનગર વિસ્તાર પાછળ ભવ્ય ભગવાન સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામનું નિર્માણ કરવામા આવશે. જેના ભાગરૂપે આગામી ગુરુવારના રોજ સવારે નવ કલાકે મહંત શ્રી ભક્તિસંભવદાસજી સ્વામી સહિત ભૂમિના દાતાના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.

બાબરા ખાતે ભગવાન સ્વામિનારાયણ સંસ્કારધામ નિર્માણ પ્રસંગે પંચામૃત કાર્યક્રમો યોજાશે જેમાં રક્તદાન કેમ્પ, સતસંગ સભા,ધૂન કીર્તન,અને મહાપ્રસાદ સહિતના કાર્યકમો યોજાશે ગુરુવારે સવારે નવ કલાકે પૂજ્ય સ્વામીજી તેમજ ભૂમિના દાતા ગોપાલભાઈ નાગજીભાઈ બારૈયા,સ્વ અકબરલી ગાંગાણી,અને દાદભાઈ કાથડભાઈ હુદડના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. બાબરા ખાતે આયોજિત ભગવાન સ્વામિનારાયણ મંદિરના નિર્માણ પ્રસંગે સંતો મહંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...