તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • અમરેલીમાં બાળકોને પ્રવેશોત્સવ અંતર્ગત શૈક્ષણિક કીટ વિતરણ કરાયું

અમરેલીમાં બાળકોને પ્રવેશોત્સવ અંતર્ગત શૈક્ષણિક કીટ વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલી જિલ્લામાં દરેક પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવે છે. અમરેલીમાં એડવાન્સ યુથ ડેવલપમેન્ટ કાઉન્સિલ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે જેમાં સ્લમ એરિયાના બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ, ઉપરાંત સમાજના દરેક વર્ગ માટે સેવાકીય પ્રવૃત્તિ અને સેવાનું કાર્ય કરે છે તેના દ્વારા ધો. 1માં પ્રવેશ મેળવનાર બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાબરા અમરાપરા પે.સેન્ટર શાળામાં ધો.1માં પ્રવેશ મેળવનાર 80, તેમજ સરકારી સ્કૂલમાં 220 બાળકોને એડવાન્સ યુથ ડેવલપમેન્ટ કાઉન્સિલ સંસ્થા દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ એન્ડ કેર અને અન્ય શુભેચ્છકોના સહયોગથી પ્રમુખ સોકતભાઈ ગાંગાણી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.તેમજ અમરેલી નગરપાલિકા હસ્તકની સુખનિવાસ પ્રાથમિક શાળા, પોલીસ લાઈન હનુમાનપરા, કન્યાશાળા અને શાળાઓમાં આગામી દિવસોમાં કીટ વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...