તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં આજે નવ નિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આંબેડકરના

બાબરામાં આજે નવ નિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આંબેડકરના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરામાં આજે નવ નિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આંબેડકરના ફોટાને ફુલહાર કરી પદભાર સંભાળ્યો હતો. જેમાં દલિત અગ્રણી કિરીટ બગડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રમુખ દ્વારા સમગ્ર પંથકની જનતાના વિવિધ કામો અને અન્ય વિકાસ કામોમાં પૂરતું ધ્યાન અપાશે તેમ જણાવ્યું હતું.બાબરામાં તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ ધીરુભાઈ વહાણીએ આજે આંબેડકરના ફોટાને ફુલહાર કરી પદભારની જવાબદારી સ્વીકારી હતી. આ તકે દલિત યુવા અગ્રણી કિરીટભાઈ બગડા ઉપસ્થિત રહ્યા હતા. બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ધીરુભાઈ વહાણીની નિમુણુંક થયા બાદ તેઓએ પ્રમુખ ચેમ્બરમાં પદભારની જવાબદારી સંભાળે તે પહેલાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડટકરના ફોટાને ફુલહાર કરી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી.આ તકે તેઓએ સંકલ્પ કર્યો હતો કે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સમગ્ર પંથકની જનતાના વિવિધ કામો અને અન્ય વિકાસ કામોમાં પૂરતું ધ્યાન અપાશે.

અન્ય સમાચારો પણ છે...