• Home
  • Saurashtra
  • Amreli District
  • Babra
  • બાબરામાં પાકવીમો-ઘાસચારો અને જમીનનો રિસર્વે કરવા મુદ્દે મામલતદારને આવેદન પાઠવાયું

બાબરામાં પાકવીમો-ઘાસચારો અને જમીનનો રિસર્વે કરવા મુદ્દે મામલતદારને આવેદન પાઠવાયું

મગફળી કાંડમાં નાફેડનાં ચેરમેન રાજીનામું આપી ખેડૂતોની માફી માંગે- ધારાસભ્ય ઠુંમર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
બાબરામાં પાકવીમો-ઘાસચારો અને જમીનનો રિસર્વે કરવા મુદ્દે મામલતદારને આવેદન પાઠવાયું
બાબરા તાલુકાના ખેડૂતોને અને પશુપાલકોની વિવિધ માંગણી મુદ્દે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા મામલતદાર એન.કે.ખીમાણીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી.

બાબરા તાલુકામાં ખેડૂતોને પાક વિમાની ચૂકવણીમાં અને જમીન માપણીમાં રાજ્ય સરકાર દ્વારા ખુબજ અન્યાય થયો છે. ત્યારે અહીંના તમામ ખેડૂતોને પૂરતો પાક વિમો મળે તેમજ ખેતીની જમીનની માપણી ફરીવાર કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ તાલુકામાં ઓછા વરસાદના કારણે અછત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અહીં માલધારીઓને રાહત દરે ઘાસચારાનુ વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરામાં મામલતદારને આવેદનપત્ર પાઠવી પાક વિમાની ચુકવણી અને જમીનનો ફરી રી -સર્વે તેમજ પશુપાલકોને ઘાસચારાનું વિતરણ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર એન.કે.ખીમાણીને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. આ તકે વિરજીભાઈ ઠુંમર દ્વારા નાફેડના ચેરમેન વાઘજી બોડાના રાજીનામાં પર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાઘજી બોડા કોંગ્રેસના કાર્યકતા નથી. એટલે તેણે નાફેડના ચેરમેન તરીકે રાજીનામુ આપી રાજ્યના ખેડૂતોની માફી માંગવી જોઈએ.

X
બાબરામાં પાકવીમો-ઘાસચારો અને જમીનનો રિસર્વે કરવા મુદ્દે મામલતદારને આવેદન પાઠવાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App