તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • Babra બાબરા તાલુકાના ચમારડી ચરખા રોડ અતિ બિસ્માર હાલતમા બની

બાબરા તાલુકાના ચમારડી ચરખા રોડ અતિ બિસ્માર હાલતમા બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરા તાલુકાના ચમારડી ચરખા રોડ અતિ બિસ્માર હાલતમા બની ગયો છે. અહીં રોડ પર ફુટફુટના ખાડા પડી ગયા છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્ને અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી.

ચમારડી ચરખા માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા બની ગયો છે. જેના કારણે ચમારડી, કુંવરગઢ,વાવડી, વલારડી, વાલપુર, ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને રાજકોટ કે જસદણ જવામાં ભારે મુશ્કેલી ઉભી થાય છે. તેમજ બિસ્માર રોડના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો બને છે. લોકોની જાણકારી મુજબ અહીં રોડ મંજુર કરવામાં આવ્યો છે. પણ કામ શરૂ કરવામાં આવતું નથી. ત્યારે જો રોડ મંજુર થઈ ગયો હોય તો તાત્કાલિક અસરથી રોડનું કામ શરૂ કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.ચરખા ચમારડી રોડની મરામત કે નવો બનાવવામાં તંત્રને શું તકલીફ છે ? તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. આ બિસ્માર રોડના કારણે જો કોઇનો ભોગ લેવાય તો જવાબદાર કોણ ? હાલ તો બિસ્માર માર્ગને લઇ લોકો દ્વારા ભારે રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે. તસ્વીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...