તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • Babra બાબરાના નિલવડા વાંકીયા માર્ગ પર યુટીલીટી પલટી ખાઇ જતા 25 રત્નકલાકારોને ઇજા

બાબરાના નિલવડા- વાંકીયા માર્ગ પર યુટીલીટી પલટી ખાઇ જતા 25 રત્નકલાકારોને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના નિલવડા અને વાંકીયા માર્ગ પર વહેલી આજે સવારે રત્ન કલાકારો ભરેલ યુટીલીટી અચાનક પલટી મારી જતા ગઇ હતી. જેને પગલે તેમા બેઠેલા 25 જેટલા રત્ન કલાકારોને નાની મોટી ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે બાબરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. યુટીલીટી પલટી ખાઇ જવાની આ ઘટના બાબરાના નિલવડા વાંકીયા માર્ગ પર બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર નિલવડા ગામેથી રત્ન કલાકારો યુટીલીટીમા બેસી જસદણ ખાતે જઇ રહ્યાં હતા. ત્યારે વાંકીયા નજીક અચાનક યુટીલીટી પલટી ખાઇ ગઇ હતી. અકસ્માત સર્જાતા તેમા બેઠેલા 25 જેટલા રત્ન કલાકારોને નાની મોટી ઇજા પહોંચતા 108ની મદદથી બાબરા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડવામા આવ્યા હતા. જો કે સદ્દનશીબે મોટી દુર્ઘટના ટળી હતી. તસ્વીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...