• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • જમીન માપણીની ફેરવિચારણા કરવા ધારાસભ્ય ઠુમરની સીએમને રજુઆત

જમીન માપણીની ફેરવિચારણા કરવા ધારાસભ્ય ઠુમરની સીએમને રજુઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | અમરેલી-બાબરા

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી છે કે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં રી સર્વે ( જમીન માપણી) માં મોટા પાયે ગોલમાલ કરી ખેડૂતોને પરેશાન કરવામાં આવ્યા છે. જમીન માપણીની કામગીરી કરતી આંધ્રપ્રદેશની એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી હતી અને એ કંપની પણ બ્લેક લિસ્ટેડ છે.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું કે જમીનની માપણીમાં એટલી બધી ગોલમાલ જોવા મળી હતી કે કોઈ ખેડૂતની જમીન બીજા અન્ય ખેડૂતના નામે ચડી ગઈ હતી. તેમ જ ભૂલ ભરેલા નકશા, આ સિવાય પડતર જમીન, ગૌચર, તેમજ અન્ય હક્કો એકબીજા ખેડૂતોના હક્કમાં બોલવા લાગ્યા તેમજ નામહક કમિના કિસ્સામાં ખેતરમાં કૂવો હોય તો પણ નો દેખાડવો,૧૬ નંબરની તમામ નોંધ ઉડાડી દેવી આ સિવાય નવી અને જૂની નોંધમાં ખુબજ તફાવત હોય છે. ખેડૂત જયારે આઠ બારની નકલ જુએ ત્યારે ખબર પડે કે આપણી જમીનમાં માપણી વખતે ખોટું થયું છે. તંત્રને ખેડૂત જાણ કરે તો મામલતદાર કચેરી અને પ્રાન્ત કચેરીના ખેડૂતને ધક્કા ખવડાવે છે.

બાબરા તાલુકામાં જમીન માપણીને લઇ ખેડૂતોમા ભારો ભાર રોષ ફેલાયો છે. જમીન વિવાદને લઇ ભાઈઓ ભાઈઓ વચ્ચે કોઈ વિવાદ વધે નહિ અને દરેક ખેડૂતને પોતાના હક્કની પૂરતી જમીન મળી રહે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે અને તમામ વિસ્તારમાં ફરીવાર જમીન માપણી સારી અને યોગ્ય કંપની દ્વારા કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...