તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • Babra બાબરા પાસે પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતાં 1નું મોત, 1 ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

બાબરા પાસે પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતાં 1નું મોત, 1 ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાં સવારે અમરાપરા ગામના માળી પરિવારના કૌટુંબિક કાકા ભત્રીજા પોતાનું બાઇક લઈને રાજકોટ તરફ જતા હતા ત્યારે અહીં આવેલ મારુતિ હોટલ નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ મોટર કારના ચાલકે હડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જયો હતો. જેને પગલે બંનેને ઇજા પહોંચી હતી. જે પૈકી એક વ્યકિતનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતુ.

બાબરા તાલુકાના અમરાપરા ગામમાં રહેતા કિશોરભાઈ જીવરાજભાઈ મીઠાપરા(માળી) તેમજ વિજયભાઈ પદુભાઈ ભારદીય પોતાનું બાઇક લઇ રાજકોટ તરફ કોઈ કામ સબબ જતા હતા. ત્યારે બાબરાથી ચાર કિલોમીટર દૂર મારુતિ હોટેલ નજીક સામેથી આવી રહેલ મોટર કારના ચાલકે જોરદાર ઠોકર મારી ગંભીર અકસ્માત સર્જી નાસી ગયો હતો. અહીં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરભાઈ થતા વિજયભાઈને તાત્કાલિક અસરથી પ્રથમ બાબરાના સરકારી દવાખાને ખેસડવામાં આવ્યા હતા. અહીં કિશોરભાઈ મીઠાપરાને વધુ સારવારમાં માટે ભાવનગર ખાતે રીફર કરવામાં આવતા પણ હજુ સારવાર મળે તે પહેલાં કિશોરભાઈ જીવરાજ મીઠાપરાનું મોત નીપજ્યું હતું. બાબરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...