ગળકોટડી નજીક અકસ્માતમાં ઘવાયેલા વધુ એક યુવકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાના ગળકોટડી નજીક ગઇકાલે ગોંડલના પરિવારની કાર પલટી ખાઇ જતા એક યુવતિનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યા આજે એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

આ બનાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, બાબરાના ગળકોટડી પર ગઇકાલે ગોંડલનો એક પરીવાર જામબરવાળા માટે આવી રહ્યો હતો.

ત્યારે જ રસ્તામાં ગળકોટડી નજીક ખાળીયામાં કાર પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વિજેતાબેન ભાવીનભાઇનું મોત નિપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઇ ઠુમ્મર (ઉ.વ.27), તેજસ્વીબેન અને રાધીકાબેનને ગંભીર ઇજાઓ થતા તમામને સારવાર માટે રાજકોટ ખાતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યા આજે રાજેશભાઇ ઠુમ્મરનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ બનાવ બનતા ગોંડલના ઠુમ્મર પરિવારમાં શોકની લાગણી ફરીવળી હતી.

અન્ય સમાચારો પણ છે...