ઇંગોરાળાના આધેડનું અજાણ્યા વાહન હડફેટે મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇંગોરાળાના આધેડનું અજાણ્યા વાહન હડફેટે મોત

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

અમરેલીજિલ્લામા જુદા જુદા બે સ્થળો પર અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમા લીલીયાના એક યુવકનુ મોટર સાયકલ અકસ્માતમા મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ઘટનામા બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આધેડનુ અજાણ્યા વાહન હડફેટે મોત નિપજ્યુ હતુ. બાબતે પોલીસ મથકમા ફરીયદ નોંધાવાઇ હતી.

અકસ્માતમા મોતની ઘટના લીલીયાના સનાળીયા માર્ગ પર બની હતી. લીલીયા ગામે રહેતા મુકેશભાઇ પોપટભાઇ મોરવાડીયા અને તેમના ભાઇ પિન્ટુભાઇ બંને પોતાના મોટર સાયકલ પર લીલીયા રોડ પર રામ કોટન જીનીંગની પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન લીલીયા તરફથી આવી રહેલા એક મોટર સાયકલ ચાલકે પોતાનુ મોટર સાયકલ બેદરકારીથી ચલાવી બંને ભાઇઓને ઇજા પહોચાડી મુકેશભાઇનુ મોત નિપજાવી નાસી ગયો હતો. બાબતે મૃતકના પિતા પોપટભાઇ લખમણભાઇએ મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ લીલીયા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા રામજીભાઇ ઘુસાભાઇ ડાબસરા પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 14 8080નુ લઇ ભીલડી ગામેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...