• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં નગરપાલિકા દ્વારા કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં આજે ચેમ્બર ઓફ

બાબરામાં નગરપાલિકા દ્વારા કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં આજે ચેમ્બર ઓફ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરામાં નગરપાલિકા દ્વારા કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં આજે ચેમ્બર ઓફ કોમર્સના બાબરા બંધના એલાનને સમર્થન મળતા શહેર સંપૂર્ણ બંધ રહ્યું હતુ. વેપારીઓ દ્વારા સવારથી જ વેપાર ધંધા બંધ પાળી વિરોધ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત વેપારીઓએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

બાબરા શહેરમા સવારથી જ તમામ દુકાનો અને શોપિંગ સેન્ટરોના વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી બંધના એલનમાં જોડાયા હતા. અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઈ મલકાણ દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં નગરપાલિકા દ્વારા મુખ્ય બજારોમાં નબળા રોડ બનાવી ગેરરિતી આચરવામાં આવી છે. જેની અનેકવાર રજુઆત કરવા છતા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવતી નથી.

વેપારીઓ દ્વારા એક દિવસ બંધ પાળી રોષ વ્યકત કરવામાં આવ્યો છે. જો આગામી દિવસોમા હજુ પણ નબળા રોડની તપાસ તંત્ર દ્વારા કરવામાં નહિ આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામા આવી હતી. તો નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને ઉપપ્રમુખ વનરાજભાઈ વાળાએ ચેમ્બર ઓફ કોમર્સના ગેરરીતિના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ચેમ્બરના પ્રમુખ વેપારીઓને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યાં હોવાનુ જણાવ્યું હતુ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે રોડ નબળા બન્યા છે તેમા જવાબદાર કોન્ટ્રાકટર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને નોટિસ પણ આપી છે. આ સિવાય અન્ય કામો નિયમ મુજબ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...