• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં સંતશ્રી વેલનાથબાપુની જન્મ જ્યંતીની ઉજવણી કરાશે

બાબરામાં સંતશ્રી વેલનાથબાપુની જન્મ જ્યંતીની ઉજવણી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા| બાબરામાં આગામી શનિવાર અને અષાઢી બીજના રોજ સંત શિરોમણી પૂજ્ય વેલનાથબાપુની જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી સમસ્ત સુવાળીયા ઠાકોર સમાજ અને વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચિતલ રોડ પર આવેલ પૂજ્ય સંત શ્રી વેલનાથબાપુના મંદિરે મહાપૂજા કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા નિકળશે. જેમાં મોટી સંખ્યામાં સુવાળીયા ઠાકોર સમાજના લોકો જોડાશે. મહંત શ્રી કરસનદાસબાપુના માર્ગદર્શન હેઠળ સુવાળીયા ઠાકોર સમાજના આગેવાનો અને વેલનાથ પ્રગતિ મંડળના મિત્રો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...