Home » Saurashtra » Amreli District » Babra » Babra - બાબરા તાલુકાનાં ગ્રામ્યવિસ્તારમાં વિકાસનાં વિવિધ કામો માટે ધારાસભ્યએ ગ્રાન્ટ ફાળવી

બાબરા તાલુકાનાં ગ્રામ્યવિસ્તારમાં વિકાસનાં વિવિધ કામો માટે ધારાસભ્યએ ગ્રાન્ટ ફાળવી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:01 AM

સ્થાનિક ધારાસભ્ય ઠુંમર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસ દરમિયાન પ્રશ્નોનો નિકાલ

  • Babra - બાબરા તાલુકાનાં ગ્રામ્યવિસ્તારમાં વિકાસનાં વિવિધ કામો માટે ધારાસભ્યએ ગ્રાન્ટ ફાળવી
    લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ સતત પોતાના વિસ્તારમાં દર છ માસ દરમીયાન પ્રવાસ કરી લોક સંપર્ક કરી સ્થાનિક સમસ્યાઓનું નિવારણ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો સાંભળી તેમજ વિકાસના કામો માટે લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવવામા આવી રહી છે.

    અગાવ તબક્કાવાર ગામડાઓનો પ્રવાસ કરી આજે ત્રીજા તબક્કામાં મોટા દેવળીયા, ફુલજર, ધરાઇ ,વાવડી, જીવાપર, બળેલ પીપળીયા, ખીજડીયા કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારનો ધારાસભ્ય દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર દ્વારા દરેક ગામમાં ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ એટીવીટી ગ્રાન્ટ, અને જિલ્લા આયોજનમાંથી ગામના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવી હતી. જેમાં મોટા દેવળિયામાં મધ્યાહન ભોજનના શેડ માટે ૬૦ હજાર તેમજ એટીવીટીમાંથી ભૂગર્ભ ગટર માટે ૫ લાખ અને જિલ્લા આયોજનમાંથી ૬ લાખ તેમજ બળેલ પીપળીયા ગામમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સીસી રોડ માટે બે લાખ, એટીવીટીની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ, તેમજ ભૂગર્ભ ગટર માટે જિલ્લા આયોજનમાંથી બે લાખ ફાળવવામાં આવ્યા છે. તેમજ કોટડા ખીજડીયા ગામમાં બસ સ્ટેન્ડ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧.૫૦ લાખ, સીસી રોડ માટે એટીવીટી ગ્રાન્ટમાંથી ત્રણ લાખ જિલ્લા આયોજનમાંથી ૩.૫૦ લાખની ફાળવણી કરવામાં આવેલ છે. ફુલજર ગામમાં સ્મશાનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧.૫૦ લાખ, બ્લોક રોડ માટે એટીવીટીની ગ્રાન્ટમાંથી બે લાખ, જિલ્લા આયોજનમાંથી ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવી છે. આમ ધરાઇ, વાવડી, જીવાપર સહિતના ગામોમાં વિકાસ અને અન્ય સુવિધા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. તસ્વીર- રાજુ બસીયા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ