તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરા તાલુકાના ઉંટવડ એસબીઆઈ બેન્કના મેનેજરની મનમાનીના કારણે ખાતુ

બાબરા તાલુકાના ઉંટવડ એસબીઆઈ બેન્કના મેનેજરની મનમાનીના કારણે ખાતુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરા તાલુકાના ઉંટવડ એસબીઆઈ બેન્કના મેનેજરની મનમાનીના કારણે ખાતુ ખોલાવવા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે વિદ્યાર્થીઓ બેન્કમાં પોતાનુ ખાતુ ખોલાવવા જાય ત્યારે મેનેજર દ્વારા વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવે છે કે તમારૂ ખાતું બે મહિના સુધી નહી ખુલે તમારે જયા ફરીયાદ કરવી હોય ત્યા કરો.

ઉંટવડ ગામની એસ.બી.આઈ બેન્કમાં વીદ્યાર્થીઓએ એક મહિના પહેલા ખાતુ ખોલાવવા માટે ફોર્મ ભર્યું છે. પણ બેન્કના મેનેજરની મનમાનીના કારણે અત્યાર સુધીમાં એક મહિનો વીતી ગયો છતા આ વિદ્યાર્થીઓના ખાતા ખોલવામાં આવ્યા નથી. જેની જાણ એસ.બી.આઈના A.G.Mને કરતા તેમણે બાળકોને બીજી બેન્કમાં ખાતું ખોલાવવા જણાવ્યું હતું.

તેમજ અમારી બેન્કમાં ખાતુ ખોલવું હોય તો બે મહિના રાહ જોવી પડશે કારણકે અમારી પાસે પુરતો સ્ટાફ નથી. જેની રજૂઆત કરવા માટે ગામ લોકોએ C.G.Mને ફોન કર્યો તો આ અધિકારીએ લોકોનો ફોન કટ કરી નાખ્યો હતો. જયારે અધિકારીઓ પણ પોતાની જાતને સ્માર્ટ સમજી લોકોની રજૂઆત ન સાંભળે તો અમારે કોની પાસે ફરીયાદ કરવા જવી તેવું સમગ્ર ગામમાં ચર્ચાઈ છે.

અન્ય સમાચારો પણ છે...