• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • ટીબીનાં દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ માટે પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરાયું

ટીબીનાં દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ માટે પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી રોટરી કબલ દ્વારા બાબરામાં ક્ષય કેન્દ્ર ખાતે આયોજન કરાયું

અમરેલીરોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા બાબરા ક્ષય કેન્દ્ર ખાતે ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ માટે પ્રોટીન યુક્ત ખોરાકની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રયાસમાં 60 જેટલા દર્દીઓએ ન્યુટ્રીશન કીટનો લાભ લીધો હતો.રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા પ્રથમ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ટી.બી.ના દર્દ 1932 જેવા નોંધાયા છે જેઓને મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. જેથી દર્દીઓને સાજા થવાની ક્ષમતામાં વધારો થાય. કાર્યક્રમમાં 60 જેટલા દર્દઓને ન્યુટ્રીશન કીટનો લાભ મળ્યો હતો.ટી.બી.ના દર્દીઓ લગભગ ગરીબ, મધ્યમ વર્ગના ગામડા વિસ્તારમાં વસવાટ કરતા હોઇ છે ત્યારે આવા લોકોને પ્રોટીન યુક્ત ખોરાકની કમી હોય છે. આવા દર્દીઓને અમરેલી જિલ્લા ક્ષય કેન્દ્રના સહયોગથી એકત્રીત કરી રોટરી ક્લબ દ્વારા પ્રોટીન યુક્ત કીટ બનાવી વિતરણ કરવામાં આવી સાથે સાથે જરૂરી દવા-ખોરાક લેવાના સલાહ સુચન પણ આપ્યું હતું.

60 જેટલા દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...