તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીકર(૫૨)માં લક્ષ્મીજીનાં વધામણાં યોજના : 5 દીકરીને પ્રોત્સાહિત કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મૂળી તાલુકાનાં ટીકર(૫૨)ગામે દિકરીઓની સંખ્યા વધે અને તેનાં વધામણા થાય અને પ્રોત્સાહન મળે તે માટે પહેલ જોવા મળી હતી. જે ઘરે દિકરીનો જન્મ થાય લક્ષ્મીજીના વધામણા યોજના થકી ત્યાં અગીયારસો રૂપિયા રોકડા તેમજ તેનાં નામે એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરી પાંચ દિકરીને અગીયારસો રોકડા આપવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

સમગ્ર રાજયમાં સ્ત્રી પુરૂષ રેસીયામાં ખુબજ તફાવત જોવા મળે છે. તેથી સરકાર દ્વાર વ્હાલી દિકરી યોજના શુકન્યા યોજના સહિતની યોજના થકી રેસીયો જાળવવા વિવિધ યોજના પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મૂળી તાલુકાનાં ટીકર ગામનાં સરપંચ દ્વારા અનોખી યોજના જાહેર કરી દિકરીને પ્રોત્સાહન આપતી યોજના જાહેર કરતા સમગ્ર ગામમાં હર્ષની લાગણી ફેલાઇ છે.જેમાં મૂળી તાલુકાનાં ટીકર (૫૨)ગામનાં યુવા સરપંચ દેવેન્દ્રસિંહ લગધીરસિંહ પરમાર દ્રારા ગામમાં કોઇ વ્યકિતને ત્યાં દિકરીનો જન્મ થાય તો લક્ષ્મીજી વધામણા યોજના જાહેર કરી જેમાં ગામમાં પાંચ દિકરીને અગીયારસો રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. તેમજ તેના નામથી પર્યાવરણ સારૂ રહે તે હેતુથી એક દિકરી પાછળ એક વૃક્ષ ઉછેરવામાં આવતા સમગ્ર ગામમાં હર્ષની લાગણી ફેલાઇ છે. આ અંગે સરપંચ દેવેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુકે આ યોજના નો મુખ્ય હેતુ દિકરીએ લક્ષ્મીનો અવતાર છે અને તેમનુ સન્માન જળવાય તેમજ લોકોમાં પ્રોત્સાહન મળે તે માટે તેનુ નામ લક્ષ્મીજી વધામણા યોજના ગ્રામજનો માટે જાહેર કરાઇ છે.

રૂ. 1100 રોકડા આપી એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો