તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામજોધપુરના સરકારી દવાખાનામાં તબીબોનો અભાવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરના જામજોધપુરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 30 વર્ષથી એકમાત્ર એમબીબીએસ ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે.આસપાસના 40 જેટલા ગામના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે.પરંતુ હોસ્પિટલમાં ગાયનેક તેમજ ઓર્થોપેડીક અને ડેન્ટલના તબિબ જ ન હોવાથી દર્દીઓને સારવાર પણ મળતી નથી.જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયા દ્વારા આ સમસ્યા અંગે સરકારમાં રજુઆત પણ કરવામાં આવી છે.

જામજોધપુરમાં 1990માં સવજાણી પરિવાર દ્વારા 25 લાખનાં ખર્ચે જામજોધપુરની પ્રજાને આરોગ્ય માટે સારી સગવડ સુવિધા મળે તેવા ઉમદા હેતુથી સરકારી હોસ્પિટલ બનાવીને સરકારને અર્પણ કરી હતી.હોસ્પિટલ નિર્માણ પામ્યાના આજે 30 વર્ષ થયા છે.છતા પણ હોસ્પિટલમાં સરકાર દ્વારા ગાયનેક અને હાડકાના તેમજ ડેન્ટલના ડોક્ટરની ભરતી કરવામાં આવી નથી.પરિણામે દર્દીઓને સારવાર માટે જામનગરના ધક્કા ખાવા પડે છે.જ્યારે 30 વર્ષથી હોસ્પિટલમાં એકમાત્ર એમબીબીએસ ડોક્ટર દ્વારા ગાડુ ગબડાવાય રહ્યું છે.આોરગ્યને પ્રશ્ને લગતા ધારાભસ્ય ચિરાગભાઇ કાલરિયા દ્વારા સરકારમાં ધારધાર રજુઆત કરવામં આવી છે.

ત્રણ વિભાગમાં ડોક્ટર ન હોવાથી દર્દીઓન ે ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો