લખતર બસ સ્ટેન્ડમાં પીવાનાં પાણીની સુવિધાનાે અભાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર બસસ્ટેન્ડમાં પીવાના પાણીની સુવિધાના અભાવે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ભરઉનાળે પાણીની જરૂરીયાત રહેતી હોવાથી લોકો સ્વખર્ચે વેચાતુ પાણી લઇ પીવા મજબૂર બનવુ પડતા રોષની લાગણી ફેલાઇ છે.

લખતરના બસસ્ટેન્ડના નવીનીકરણ અર્થે સરકારે દ્વારા બે કરોડનાં ખર્ચે મંજુર કર્યું હતુ. બસસ્ટેન્ડનું કામ હાલ પૂર્ણતાનાં આરે છે. પરંતુ લખતર બસસ્ટેન્ડ ખાતે એસ.ટી ની રાહ જોતાં મુસાફરો માટે બસસ્ટેન્ડમાં પીવાનાં પાણી જેવી પ્રાથમિક સુવિધા ન હોવાથી મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે. તરસ લાગે ત્યારે મુસાફરોને સ્વખર્ચે વેચાતુ પાણી લેવા મજબૂર થવુ પડે છે. આ અંગે પાર્થભાઈએ જણાવ્યું કે બસ સ્ટેન્ડ તો નવું બનાવ્યું પણ પીવાનાં પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ભરઉનાળે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ પાણીની વધારે જરૂર પડતી હોવાથી તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી લાગણી સાથે માંગણી છે. આ અંગે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગનાં વિભાગીય નિયામક જેઠવાભાઈ જણાવ્યુ કે આ અંગે તપાસ કરી તાત્કાલિક અસરથી લખતર બસસ્ટેન્ડમાં પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...