તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંડલાના મૃતક યુવાનના કેસમાં ન્યાયીક તપાસ કરવા માંગ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં થોડા સમય પહેલા ચિરાગ માધવાણીનું અકસ્માતે મોત થયું હતું. પણ પરિવારજનો અને રઘુવંશી સમાજના આગેવાનોનું કહેવું છે કે આ યુવાનની હત્યા કરવામાં આવી છે.

જેના પગલે આજે જાફરાબાદ તાલુકાના રઘુવંશી સમાજે આ કેસમાં ન્યાયીક તપાસ કરવા મામલતદાર ચાવડા અને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીને આવેદન સાથે રજુઆત કરી હતી.

આ તકે જાફરાબાદ રઘુવંશી સમાજના દિનેશભાઈ મશરૂ, ભીખુભાઈ કોટેચા, દિનેશભાઈ કોટેચા, બટુકભાઈ મશરૂ, ચંદુભાઈ, કનૈયાભાઈ, યોગેશભાઈ વિગેર ઉપસ્થિત રહ્યા હતા.

ઉચ્ચકક્ષાએ તપાસ કરી યોગ્ય કરવા રઘુવંશી સમાજની રજૂઆત. ફીરોજ પઠાણ

અન્ય સમાચારો પણ છે...