Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુંડલામાં ગ્રાહક સુરક્ષા મંડળનો કાેરાેનાના સંક્રમણથી બચવા જનજાગૃતિના પ્રયાસ
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાેરાેના વાઇરસના સંક્રમણથી બચવા જનજાગૃતિના ભાગરૂપે શહેરના મેડીકલ સ્ટાેરની મુલાકાત લઇ માસ્ક અને સેનેટાઇઝરની ઉપલબ્ધી અંગે માહિતી મેળવી તેમજ લાેકાેને સાવચેત રહેવા પણ અનુરાેધ કર્યાે હતાે.
ગ્રાહકોનાં હિતાર્થે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી તથા બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા શહેરનાં તમામ મેડિકલ-સ્ટોરની મુલાકાત લઈને શહેરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સેનીટરાઈઝરની ઉપલબ્ધતા અંગે જાણકારી મેળવી અને વધારે અસરકારક રીતે શહેરનાં લોકોમાં પેનિક ન ફેલાઈ તેની સાવધાની માટેની સજ્જતા ચકાસી અને લોકોમા પેનિક ન ફેલાય તે હેતુથી સરકારી તંત્ર અને શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા આ અંગે બહોળા પ્રમાણમાં લોકોને આ વાયરસની ગંભીરતા અને ભયાનકતાની સમજ પણ આપવી જરૂરી છે.
આમ તો આપણા શિક્ષણ વિભાગને આ અંગે વિદ્યાર્થી જગતને પર્યાપ્ત માહિતી અને માર્ગદર્શન શિક્ષકો દ્વારા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. પણ પ્રશ્ર એ છે કે શું આ માત્ર શિક્ષણ વિભાગની જ જવાબદારી છે ? જો કે મોરારીબાપુ દ્વારા પણ આ વાયરસની ગંભીરતા સમજી શક્ય તેટલું ભીડભાડવાળા સ્થળો પર નહીં જવા સલાહ આપવામાં આવી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે એવા પ્રયત્નો અને થોડી સાવધાની પણ લોકોને આ મહામારીથી બચાવી શકે છે.
પ્રમુખ સહિતે મેડીકલ સ્ટાેરની મુલાકાત લઇ માસ્ક, સેનેટાઇઝરની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી
_photocaption_પ્રમુખે સેનેટાઇઝરની માહિતી . } સાૈરભ દાેશી
*photocaption*