તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સમ્માન નિધિ યોજનાનો પ્રારંભ, 58 હજાર ખેડૂતોને લાભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડુતોને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાય યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી હતી.અને બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડુતોને પ્રતિ વર્ષે રૂા 6000 ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર(ડી.બી.ટી.) માધ્યમથી ચૂકવવાનું આયોજન કરાયુ છે.જેના પ્રથમ હપ્તાની સહાય ચુકવવા માટે ઉતર પ્રદેશ ગોરખપુર ખાતે પ્રધાનમંત્રી દ્વારા સિધ્ધા પ્રસારણથી શુભારંભ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ સિધા પ્રસારણથી લોન્ચીંગ ટાઉન હોલ મોરબી ખાતે આજરોજ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો શુભારંભ સંદર્ભે ટાઉન હોલ મોરબી ખાતે યોજાયેલ સમારંભમાં કલેકટર આર.જે.માકડીયાએ જણાવ્યું હતું કે, આ યોજના ખુબજ હિતકારી છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દરેક ખેડુત ભાઇઓ ભરપુર લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ખેતિવાડી અધિકારી ડી.બી.ગજેરાએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વિશે જાણકારી આપી હતી. જયારે મોરબી જિલ્લામાં આ અંગે આશરે 58,000 જેટલી અરજીઓ આવેલી છે.

વીરનગરમાં કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ યોજાયો
આટકોટ પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના 2019 વિરનગર મુકામે કર્યક્રમ યોજાયો અને નાના ખેડૂત ખાતેદારોએ વિરનગર ગ્રામ પંચાયતમા જેઓએ ફોર્મ ભર્યા હતા તેના ખાતામા રૂપિયા નાખવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જસદણ તાલુકાના ટીડીઓ તથા વલ્લભભાઈ રામાણી, પરેશભાઈ રાદડિયા, જંગવડ ગામના સરપંચ તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.જેના ફોર્મ બાકી છે તેઓના ફોર્મ પણ સ્વીકારવામાં આવશે તેવું સરપંચે જણાવ્યું હતું.

20 હજાર જેટલા ખેડુતની નોંધણી બાકી છે, જેની વહેલી તકે નોંધણી કરાશે
કિસાન સમ્માન માટે જિલ્લામાં 58 હજાર ખેડુતની અરજી આવી હતી.જેમાંથી કેટલીક અરજીઓ અધૂરી વિગત વાળી હોવાથી અપલોડ થઈ શકી ન હતીજોકે આ અરજીઓ ફરી સુધારી અપલોડ કરવામાં આવશે તેમજ જે પણ 20,000 જેટલા ખેડુત અરજી કરવામા બાકી રહી ગયા છે.તેમની પણ અરજીઓ સ્વીકારી ઓનલાઇન એન્ટ્રી કરવાની કામગીરી.ચાલુ રાખવામાં આવશે. ડી.બી.ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો