તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં અપહરણ, દુષ્કર્મ કેસના બે આરોપીને આજીવન કેદની સજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોરાજીની સેશન્સ અદાલતે અપહરણ, દુષ્કર્મના બે આરોપી સામેના કેસ ચલાવી બન્નેને આજીવન કેદની સજા ફટકારી છે. આ બન્ને આરોપીને આજીવન કેદની સાથે 12,000નો દંડ પણ ભરવા હુકમ કરવામાં આવ્યો છે.

જીતુ મકવાણાના કેસની વિગત એવી છે કે તે વંથલી તાલુકાની કોઇ સગીરને લઇને નાસી ગયો હતો અને ત્યાર બાદ પકડાઇ જતાં તેની સામે જૂનાગઢ અદાલતમાં પોક્સોનો કેસ નોંધાયો હતો. બાદમાં એ સગીર ધોરાજીના છાડવાવદર ગામે આવી ત્યારે જીતુ સાથે ફરી ભાગી ગઇ હતી, અને બાદમાં બન્નેને ઝડપી લેવામાં આવ્યા હતા. અન્ય એક બનાવમાં દુષ્કર્મના અન્ય એક આરોપી સામે પાંચ જ માસના ટૂંકાગાળામાં કેસનો નિવેડો લાવી અનિલ ગોરસંગને આજીવન કેદ અને 12,000નો દંડ ફટકાર્યો છે. ફરિયાદીએ એવી ફરિયાદ લખાવી હતી કે તેમની પુત્રી ઘરે સૂતી હતી ત્યારે આરોપી બદકામના ઇરાદે લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો અને તેની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી તરફથી પણ એવી દલીલ કરાઇ હતી કે સગીરએ આરોપી સાથે સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ સગીર વયની પુત્રી સાથે આ સંબંધની સહમતિ કાયદેસર નથી. અદાલતે આ બાબતની નોંધ લીધી હતી અને જજ દવેએ અારોપી અનિલને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને 12,000ના દંડની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો