તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાંગધ્રામાં ખુનકેસનાં પેરોલ જમ્પ આરોપીએ દારૂનંુ વેચાણ શરૂ કર્યુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળી તાલુકાનાં રામપરડા પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાવાની શાહી સુકાઇ નથી. ત્યારે ધ્રાંગધ્રામાં બે વર્ષ થયેલા હત્યાનાં આરોપી પેરોલપર આવી નાસ્તા ફરતો હતો. ત્યારે આ આરોપીએ મૂળી તાલુકાના સોમાસર પાસે વાડીમાં દારૂ વેચતો હોવાની બાતમીનાં આધારે રેડ કરતા રૂ.1.10 લાખનો દારૂ પકડાયો હતો. આરોપીને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ પોલીસે આરંભિ છે.

મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશી દારૂનું મોટાપાયે વેચાણ થઇ રહ્યુ છે. ત્યારે રામપરડા ગામેથી મોટીમાત્રામાં વિદેશીદારૂ ઝડપાવાની શાહી સુકાઇ નથી. ત્યાં મૂળીનાં સોમાસર ગામ પાસે રામાપીર મંદિર સામેનાં રસ્તે વાડીમાં બે વર્ષ પહેલા ધ્રાંગધ્રા ગામે થઇ હતી. હત્યાનાં આરોપી મૂળીનાં હરપાલસિંહ ભરતસિંહ ઝાલા પેરોલ પર છુટી આવ્યા બાદ હાજર નહી થઇ નાસ્તા ફરી પોતાની વાડીમાં વિદેશીદારૂનુ વેચાણ કરતા હોવાની બાતમી મૂળી પી એસ આઇ ડી જે ઝાલાને મળી હતી. આથી સ્ટાફનાં હર્ષરાજસિંહ ઝાલા, રોહિતભાઇ રાઠોડ, રાયસંગભાઇ પરમાર, અશોકસિંહ, જયેન્દ્રસિંહ સહિતનાંએ વાડીમાં સંપુર્ણ તૈયારી સાથે રેડ કરી હતી. જેમાં ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશીદારૂની 336 બોટલો તેમજ મોબાઇલ સહિત રૂ. 1,10,800 તેમજ નાસ્તા ફરતા હરપાલસિંહ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો