તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાખડી લાગશે ખાટી, ગત વર્ષ કરતા પાંચગણી મોંઘી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કેસર કેરીનાં પ્રદેશ ગણાતા ગીર પંથકનાં કેરી ઉત્પાદક ખેડુતોની ચિંતા વધી રહી છે. છ દિવસમાં પડેલા થયેલા માવઠાથી કેરીનાં પાકને નુકશાન થયું હતું. ત્યારબાદ સતત ઠંડા પવન ફુંકાવાથી કેરીનાં પાકને સતત નુકશાન થઇ રહયું છે. ચાલુ વર્ષ કેરીનું ઉત્પાદન ઓછુ તો થશે પરંતુ કેટલું ઓછું થશે તે અંગે અંદાજ મેળવી શકાતો નથી. ગત વર્ષ કરતા ખાખડીની આવક નહીવત રહેતા ભાવ ગત વર્ષની તુલનાથી પાંચગણા વધુ છે.
કેરીનાં પાક માટે પાછલી ફુટમાં બંધાયેલ મગીયાની વધ માટે જરૂરી વાતાવરણથી વિપરીત વાતાવરણ છવાયું હોય ખેડુતોમાં ચિંતા પ્રસરી છે. ધુળેટી આસપાસથી વાતાવરણમાં ગરમી આવવી જોઇએ તેના બદલે અડધો ફાગણ માસ વિતવા છતાં રાત્રે ઠંડા પવન સાથે પ્રસરતી કાતિલ ઠંડી કેરીનાં પાકને નુકશાન કરી રહી છે. ગીરમાં કેરીનું આવરણ એક સરખી સ્થિતિમાં હોય સમગ્ર પંથકમાં નુકશાન થઇ રહયું છે. વાતાવરણમાં ઝડપથી સુધારો નહી થાય તો કેરીનો પાક ગત વર્ષ કરતાં પણ ઓછો રહેવાની સંભાવના ખેડુતોમાંથી વ્યકત થઇ રહી છે. જયારે કેરીનાં પાકની વર્તમાન સ્થિતિ જોતા કેરીની સીઝન મે માસમાં શરૂ થશે. બહુ જુજ બચેલા આગોતરો પાક એપ્રીલનાં અંતમાં બજારમાં આવશે. પાછતરો પાક જે બચશે તે મે માસની આખર થી લઇ જૂનનાં પહેલા સપ્તાહમાં બજારમાં આવશે.

આ વર્ષે કેસર કેરી બજારમાં મોડી આવશે, ખરાબ હવામાનથી પાકને સતત થતું નુકસાન


_photocaption_ધુળેટી આસપાસ ખાખડીની તાલાલામાં ધુમ આવક થતી હોય અને ભાવ 50 થી 60 રૂપિયા પ્રતિકિલો રહેતા હોય છે. આગતરો પાક ફેલ જતાં ખાખડીની આવક નહીંવત હોય આજે 250 થી 300 રૂપિયા પ્રતિકિલો ખાખડી તાલાલાની માર્કેટમાં વેંચાઇ હતી.
} જીતેન્દ્ર માંડવીયા*photocaption*

તાલાલામાં ખાખડીનાં કિલોનાં 250 થી 300 રૂપિયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો