30 થી 40 બહેનોને રોજગારી પૂરી પાડતી ખાદી સંસ્થા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજના આધુનિક ઔદ્યોગિક યુગમા પણ ગાંધી વિચાર સાવરકુંડલામા પ્રસ્તુત છે. જેમનાં વિચારોની સમગ્ર જગત નોંધ લેતું હોય અને આપણી સંસદમાં પણ સંસદીય કાર્યવાહી દરમિયાન જેમનો વારંવાર ઉલ્લેખ થતો હોય ત્યારે ગાંધીજીએ ચીંધેલા રાહ પર ચાલવાનો પ્રયાસ એટલે સ્વ. લલ્લુભાઈ શેઠ પણ જેમની કાળજી લેતા તેવાં આ ગાંધીધામ સમા ખાદી કાર્યાલય અને અહીં નવનિર્મિત ખાદી અને ગૃહઉદ્યોગને લગતી ઘરગથ્થુ ચીજવસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના થકી અહી 30 થી 40 બહેનોને પણ રોજગારી મળી રહે છે.

સાવરકુંડલા સ્થિત ખાદી કાર્યાલયના હરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કાર્યાલય હવે ગાંધી વિચારને એક નવા કોન્સેપ્ટમાં રજૂ કરવા સજ્જ થઈ રહ્યું છે. સંસ્થા સંચાલિત ખાદી કાર્યાલય સાવરકુંડલા તાલુકાનાં વીજપડી, રાજુલા અને સાવરકુંડલામાં કાર્યરત છે. આ સંસ્થાના પ્રમુખ મનુભાઈ મહેતા વહીવટ કરે છે. નવા અને આધુનિક યુગ સાથે કમર કસીને કાર્ય કરે છે. આ સંસ્થામાં લગભગ ૩૦ થી ૪૦ બહેનોને રોજગારી પૂરી પાડે છે. કાંતણ વિભાગમાં આ બહેનો ઉચ્ચ કોટીની ખાદીનું ઉત્પાદન થાય તે માટે અથાગ મહેનત કરી રહી છે. વળી આ સંસ્થાનો વણાટ વિભાગ પણ માત્ર સોલાર એનર્જીનો ઉપયોગ કરી શ્રેષ્ઠ કક્ષાનુ વણાટ કામ થાય તે માટે કટિબદ્ધ છે. આ વિભાગમાં લગભગ ૧૫ વણકરો પોતાની આ હુન્નરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું ખાદીનું કાપડ ઉત્પાદન કરવા સતત પુરૂષાર્થ કરી રહ્યા છે. જો કે રંગકામ રાજકોટ અમદાવાદ ખાતે કરવામાં આવે છે જેથી કરીને ગુજરાતની આ ખાદી અન્ય રાજ્યોની સરખામણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.

આમ તો ખાદી ક્ષેત્રે વંડા સઘન ખાદી કેન્દ્ર પણ ઉત્તમ ખાદીનું ઉત્પાદન કરે છે. આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રમાં ચલાલા ખાદી કેન્દ્ર, શીહોર, ઢસા, ગઢડા, ભાવનગર, રાજકોટ, મહુવા, સાયલા, સુરેન્દ્રનગર, વઢવાણ, થાન જેવાં અનેક ખાદી ગ્રામોદ્યોગ અને ખાદી કમિશન પ્રમાણિત અનેક ખાદી કેન્દ્રો ગાંધી વિચારધારાને ફેલાવી અને અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે.

કુંડલામાં જલતી ગાંધી જ્યોત એટલે કુંડલા ગ્રામ સેવા મંડળ સંચાલિત ખાદી કાર્યાલય : ઘરગથ્થુ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરાય છે

અન્ય સમાચારો પણ છે...