તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદને મળ્યું જિલ્લાકક્ષાનું ફાયર સ્ટેશન, આગજનીની ઘટના બનતાં જ પહોંચશે ટીમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશાેદ શહેરને જીલ્લાની ભાૈગાેલીક પરિસ્થિતીએ જાેવા જઇએ તાે જીલ્લાના કાેઇપણ ગામ કે શહેરમાં આગજની જેવી દુર્ઘટના બને કે રેસક્યું જેવી કામગીરી કરવાની થાય તાે તે જગ્યાએ ફાયર સ્ટેશનના કર્મચારીઓ પાેતાના વાહનાે લઇ સમયસર પહાેંચી સકે તે માટે કેશાેદ શહેરને સાનુકુળ માનવામાં આવે છે તેમજ તમામ તાલુકાની સરખામણીએ કેશાેદ પાલીકાની વહિવટી કામગીરી નાેંધનીય રહી છે.

જેને ધ્યાને લઇ રાજ્ય સરકારે પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેકર્સ એક્ટ મુજબના જુદા જુદા 7 પરિપત્રાેને ધ્યાને લઇ જીલ્લા લેવલનુું અગ્નિશામક ફાયર સ્ટેશન ફાળવ્યું છે.

જે અંગે નગરપાલીકા પ્રાદેશીક કચેરી ભાવનગરે કેશાેદ પાલીકાને લેખિત જાણ કરતાં સાૈપ્રથમ તમામ સભ્યાેની સહમતીનાે ઠરાવ કરવામાં આવ્યાે હતાે જેમાં કુલ 36 સભ્યામાંથી તમામ સભ્યાેએ શહેરના વિકાસને ધ્યાને લઇ 36 વિરૂધ્ધ 0 થી સહમતી આપતાં હવે સરકાર દ્વારા ઝડપથી જીલ્લા લેવલના ફાયર સ્ટેશનની કામગીરી ચાલું થાય તે માટે તાત્કાલીક જગ્યા ફાળવવામાં આવે, નવા મહેકમની ભરતી પ્રક્રિયા કરવામાં આવે, 100 ટકા ગ્રાન્ટ ફાળવવા આવે જેવી પાલીકા દ્વારા તમામ પ્રકારની વહીવટીલક્ષી કામગીરી પુર્ણ કરાશે.

આમ રાજ્ય સરકાર દ્વારા રાજયની તમામ નગરપાલીકાઓની અગ્નિશમન સેવાનું માળખુું ઉભુું કરવા જીલ્લાની મધ્યમાં આવતી સારી વહીવટી પાલીકાની પસંદગીમાં કેશાેદની પસંદગી થતાં આ સમાચારને શહેરીજનાેએ બિરદાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો